જૂનું અમદાવાદ

  • 3.7k
  • 1.1k

*અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ - વૃંદાવનમાં રહેતા ને હું ખાડિયામાં રહેતો. ખાડિયા અમારું મથુરા અને એ જ દ્વારકા. ખાડિયું ગાંધી રોડનું પહેલા ખોળાનું છોકરું કહેવાય. આજના લેખનો સમયગાળો ઈ.સ. 1970ની આસપાસનો છે, જ્યારે અમારી ધગધગતી જુવાની તો શરૂ થઈ હતી, જે હજી પૂરી થઈ નથી. એ સમયનો ગાંધી રોડ યાદ આવે છે એમાં સમજો ને, આખું અમદાવાદ આવી ગયું. આ બાજુ ભદ્રના કિલ્લે અને આ બાજુ રાયપુર દરવાજે શહેર પૂરું થતું હતું. મણિનગર આજે જેમ નડિયાદ-આણંદ છે એવું એક ગામ માત્ર હતું. છોકરું મમ્મી-ડેડીથી રિસાઈને ખૂણામાં લપાઈ જાય, એમ મણિનગર આસ્ટોડિયાને