હિમાચલનો પ્રવાસ - 12

  • 614
  • 1
  • 246

હિમાચલનો પ્રવાસ - 12 (જોગીની ધોધની ધારામાં)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વન્ય પરિવેશની સુંદરતા માણતા માણતા જોગીની ધોધ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સુંદર દેવદાર વૃક્ષનો સમૂહ આવ્યો હવે આગળ...દેવદાર વૃક્ષના સમૂહની બહાર નીકળતા જ સામે ઉત્તુંગ શિખરો દ્રશ્યમાન થઈ રહ્યા હતા. શિખરો રંગે કાળા મીંઢ અને એની ટોચ ઉપર હરિયાળા વૃક્ષ લહેરાઈ રહ્યા હતા. આ શિખરનો દેખાવ મંદિરની ટોચ જેવો લાગી રહ્યો હતો. સૌથી ઉપર ત્રણ ઊંચા શિખર દેખાઈ રહ્યા હતા, એની નીચે બે નાના ટેકરા અને પછી ઢોળાવ શરૂ થાય અને આ શિખરોના પોલાણની મધ્યે થી નીકળતી ધવલ રંગે વહેતી જલધારા નજરે પડી રહી હતી. દૂરથી