હિમાચલનો પ્રવાસ - 11

  • 1k
  • 454

હિમાચલનો પ્રવાસ - 11 (જોગીની વોટરફોલની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વશિષ્ઠ ગામની બહાર નીકળીને જોગીની વોટર ફોલની પગદંડી એ પગલાં માંડ્યા.જેમ જેમ ગામની બહાર નીકળ્યા તેમ આજુ બાજુનો પરિવેશ બદલાતો નજરે ચડી રહ્યો હતો. ગામની નાની ગલીઓને બદલે હવે હવે આજુ બાજુ વનરાજી નજરે પડી રહી છે. એકાદ મીટર પહોડી કાચી પાકી પગદંડી અમારી નજરે પડી રહી છે. ગામની બહાર નીકળતા જ અમારી ત્રિપુટીમાં એક સાથીદારનો ઉમેરો થયેલ છે. એક સુંદર મજાનો પહાડી કૂતરો અમારી આગળ આગળ ચાલી રહ્યો છે અને જાણે અમને કહી રહ્યો છે કે ભેરુ, જરાય મૂંઝાતા નહિ હું તમને રસ્તો દેખાડી દઇશ. તમે