વરદાન કે અભિશાપ - ભાગ 37

  • 1.8k
  • 1
  • 686

વરદાન કે અભિશાપ (ભાગ-૩૭)                 (સુરેશ અને ભાનુ નવા પરણેલા વર-વધૂ અને તેના પરિવારજનો સાથે મંદિરે છેડા છોડાવવા જાય છે. બંનેને કાયમ એવી જ ટેવ હતી કે તેઓ ગાડીમાં બારીની સીટ પર જ બેસતા. સુરેશ ડ્રાયવરની બાજુની સીટમાં બેસી ગયો અને ભાનુ પોતે સુરેશની પાછળની સીટમાં બેસી ગઇ. બધા વાતો કરતાં-કરતાં અને માતાજીનું નામ લેતાં લેતાં રાજકોટ પાર આવી જાય છે. આશરે ચાર કલાક પછી તેઓ જયારે એક સૂમસામ રસ્તા પર પસાર થતા હોય છે. એ જ અરસામાં ગાડીની આગળ જ એક બંધ ટ્રક ઉભી હતી. ડ્રાયવરની નજર તો સામે જ હતી પણ તેને એક જો