વિશ્વભરના માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 યુઝર્સની હાલત ખરાબ થઇ ગઈ ક્રાઉડસ્ટ્રાઈકનું અપડેટ આવ્યું અને માઈક્રોસોફ્ટની સિસ્ટમ ક્રેશ થઇ સિસ્ટમ ઓટોમેટિક રિસ્ટાર્ટ થવા લાગી અથવા બ્લુ સ્ક્રીન આવી ગઈ 19મી જુલાઈ 2024ના રોજ સવારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10માં ખામી સર્જાઈ હતી. જેની ભારત સહિત અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. વિશ્વભરમાં ફ્લાઇટના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા તો અનેક કચેરીઓમાં કામગીરી પર અસર થઇ હતી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઈંગ્લેન્ડમાં એરલાઈન્સ, એટીએમ, બેંકિંગ અને કોર્પોરેટ કંપનીઓની કામગીરી બંધ થઇ હતી. બ્રિટનમાં તો ટેલિવિઝન પ્રસારણ ખોટકારી ગયું હતું. ટેક્નિકલ ભાષામાં આ ગ્લિચને મેગા આઈટી આઉટેજ કહેવાય છે. પરંતુ આ સમસ્યા સર્જાઈ કઇરીતે