કાંતા ધ ક્લીનર - 22

  • 1.8k
  • 1
  • 1.2k

22.બીજે દિવસે કાંતા વહેલી ઉઠી કામ પર કલાક વહેલી પહોંચી ગઈ. વ્રજકાકા હોટેલનાં સહુથી ઉંચા પગથીએ ઊભા હતા. યુનિફોર્મમાં 26 જાન્યુઆરીની પરેડમાંના સૈનિક જેવા શોભતા હતા. કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનાં પહોળાં પગથિયાં, ઊંચો ગેટ, બ્રાસમાં ચમકતાં અક્ષરોમાં નામ, અને અતિ ભવ્ય દેખાવ જોઈ રહી. તેને આ હોટેલમાં કામ કરવા બદલ ગર્વ થયો. વ્રજકાકાનું ધ્યાન તેની પર પડ્યું. તેમણે મીઠું સ્મિત આપી તેને આવકારી. "કાલે રાત્રે પેલો રાઘવ ટેક્સી કરીને ચાલ્યો ગયો, તારે ચાલતા જવું પડ્યું. બહુ ખોટું કહેવાય. જે હોય તે, મેં તને ચેતવી છે કે એ માણસની બહુ નજીક ન જતી. તું સમજદાર છો." તેઓ કહે ત્યાં કોઈ ટુરિસ્ટ