વર્ણમાળાના વર્ણો, તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતાં અનેક વસ્તુઓ અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનો હિત કરનારા ભગવતી સરસ્વતી અને ગણેશને હું વંદન કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ પારવતીજી અને શિવજીને હું વંદન કરું છું. જેમના વિના સીધો પોતાનામાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. જ્ઞાનમય અને અતિ અવિનાશી એવા શ્રી શંકરરૂપી ગુરુને હું વંદન કરું છું. જેમનો આશરે લેવાથી વાંકો હોવા છતાં ચંદ્રને પણ સર્વત્ર વંદન કરવામાં આવે છે. શ્રી સીતાજી અને શ્રીરામના અનંત ગુણોરૂપી પવિત્ર અરણ્યમાં વિહાર કરનારા, વિશુદ્ધ જ્ઞાનવાળા, કવિઓમાં ઈશ્વર વાલ્મિકી તથા કભી પતિ શ્રી હનુમાનજી ને હું વંદન કરું છું. ઉત્પતિ,