જોશ - ભાગ 14

(21)
  • 2.1k
  • 1.5k

૧૪ : રૂપિયાની રમત રૂમમાં અત્યારે ત્રણ જણ મોજૂદ હતા. રૂસ્તમ, રાણા તથા તેમનો સાથીદાર પીટર ! ત્રણેય એક ગોળાકાર ટેબલની આજુબાજુમાં બેઠા હતા. ટેબલ પર વ્હિસ્કીની બોટલ પડી હતી. તેમના હાથમાં વ્હિસ્કી ભરેલા ગ્લાસ જકડાયેલા હતા. જેમાંથી તેઓ ધીમે ધીમે ઘૂંટડા ભરતા હતા. 'આપણો એક સાથીદાર માર્યો ગયો.' સહસા પીટર બોલ્યો. એનો સંકેત દામોદરનાં મોત તરફ હતો. 'પીટર...' રાણાએ કહ્યું, 'અપરાધની દુનિયામાં કોઈનાય જીવની ગેરંટી નથી હોતી.' 'તું સાચું કહે છે.' રૂસ્તમ બોલ્યો, 'એટલા માટે જ તો મેં આ જાકુબીનું કામ છોડવાનો નિર્ણય કર્યો છે. આપણે જે સોદો કરવાના છીએ એમાં મારા ભાગે બે કરોડ રૂપિયા તો જરૂર આવશે.