જોશ - ભાગ 13

(20)
  • 2.3k
  • 1
  • 1.5k

૧૩ : નાગપાલનું આગમન વામનરાવનો સંદેશો મળતા જ નાગપાલ કારમાં બેસીને ઇમારતમાં આવી પહોંચ્યો. 'નાગપાલ સાહેબ !' વામનરાવ ઝડપથી એની નજીક પહોંચીને વ્યાકુળ અવાજે બોલ્યો, 'અહીં તો મને અપહરણ કરનારાઓ સુધી પહોંચી શકાય એવી કોઈ કડી નથી મળી.” 'સૌથી પહેલાં તો મને એ જણાવ કે નકલી પોલીસ સબ. ઇન્સ્પેક્ટર સાથે કોણે વાત કરી હતી?' નાગપાલે પૂછ્યું. 'મિસ્ટર પ્રતાપસિંહે !' વામનરાવે જવાબ આપ્યો. “તો સૌથી પહેલાં હું તેમની સાથે જ વાત કરવા માંગું છું.' એ જ વખતે પ્રતાપસિંહ તથા રઘુવીર ત્યાં આવી પહોંચ્યા. 'મિસ્ટર પ્રતાપસિંહ... !' બંનેનો પરિચય જાણ્યા બાદ નાગપાલે પ્રતાપસિંહ સામે જોતાં ગંભીર અવાજે પૂછ્યું, 'જે શખ્સ નકલી સબ.