જોશ - ભાગ 12

(17)
  • 2.1k
  • 1
  • 1.5k

૧૨ : રજનીનું અપહરણ સાંજ આથમી ગઈ હતી. ધરતી પર ધીમે ધીમે અંધારું છવાતું જતું હતું. પ્રતાપસિંહ પોતાના રૂમની સામે વરંડામાં ઊભો હતો. એ જ વખતે પોલીસની જીપ કંપાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી. પછી તેમાંથી પોલીસની વર્દીમાં સજજ એક સબ. ઇન્સ્પેક્ટર નીચે ઊતરીને, તેની નજીક આવીને બોલ્યો, 'ગુડ ઇવનિંગ મિસ્ટર...! 'પ્રતાપસિંહ... ! મારું નામ પ્રતાપસિંહ છે અને હું અહીંનો સિક્યોરિટી ઓફિસર છું.' 'મારું નામ સબ. ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર દીક્ષિત છે અને મને વામનરાવ સાહેબે અહીં મોકલ્યો છે.' 'કેમ ? શા માટે ?' પ્રતાપસિંહે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું. 'ઇન્સ્પેક્ટર સાહેબને મિસ આરતીનું કંઈક કામ પડયું છે એટલે તેમને લેવા માટે મને