જોશ - ભાગ 10

(16)
  • 2.5k
  • 1
  • 1.7k

૧૦ : શિકારીની જાળ રૂમનું વાતાવરણ અત્યંત રહસ્યમય હતું. દિવ્યાનો મૃતદેહ પલંગ પર પડયો હતો. એના શરીરને સફેદ ચાદર વડે ઢાંકી દેવામાં આવ્યું હતું. માત્ર ચહેરો જ દેખાતો હતો. પલંગની બાજુમાં એક ખુરશી પર નર્સ બેઠી હતી. એ કોઈક નવલકથા વાંચવાનો દેખાવ કરતી હતી. મૃતદેહ પાસે બેસીને નવલકથા વાંચી પણ કેવી રીતે શકાય ? રૂમમાં નાઇટ બલ્બનું અજવાળું છવાયેલું હતું. રઘુવીર ચૌધરી પલંગની નીચે જ્યારે વામનરાવ એક દરવાજા પર લટકતા પડદાની પાછળ છુપાયેલો હતો. ડૉક્ટર શરદકુમાર તથા રજનીકાંત બીજા રૂમમાં હતા. દિવ્યાના રૂમની બહાર એક સિપાહી બેઠો બેઠો ઝોલાં ખાતો હતો. જોકે આ માત્ર એનો ઢોંગ જ હતો. બાકી અંદરખાનેથી