૮ : દિવ્યાની ભેદી હરકત દિવ્યાનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં સાવચેતી... ! અત્યારે તે પ્રોફેસર વિનાયકના ડ્રોઇંગ રૂમમાં હતી. દિવ્યા ઉપરાંત અત્યારે ત્યાં પ્રોફેસર વિનાયક તથા ઇન્સ્પેક્ટર વામનરાવ પણ હાજર હતો. 'મિસ દિવ્યા !' સહસા વામનરાવે વેધક નજરે દિવ્યા સામે જોતાં કહ્યું, પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ મમતા મૅડમનું ખૂન બપોરના બે ને પાંત્રીસ મિનિટથી ચાલીસ મિનિટની વચ્ચે થયું છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા રૂમમાં બેસીને નવલકથા વાંચતાં હતાં, એવું તમે તમારી જુબાનીમાં જણાવ્યું છે બરાબર ને?' 'હા...' દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું. 'કોઈના પર ખૂની હોવાની શંકા ઊપજે, એવું કશુંય તમે જોયું હતું?' 'ના...' ‘બનવાજોગ છે કે તમે કંઈ જોયું