૬ : મમતાનું ખૂન બીજે દિવસે સવારનો નાસ્તો રજનીએ પોતાના રૂમમાં જ ફર્યો અને પલંગ પર બેસીને ગઈ કાલના બનાવો વિશે વિચારવા લાગી. મમતાએ પોતાના ભૂતકાળ વિશે જે કંઈ જણાવ્યું હતું તે ખૂબ જ આશ્ચર્યજનક અને મૂંઝવણમાં મૂકી દે તેવું હતું. એના દિમાગમાં અનેક સવાલો ગુંજતા હતા. શું ખરેખર ભાસ્કર વિદેશી જાસૂસ હતો ? શું એ નિર્દોષ હતો? જો હા, તો પછી કોણે તેને ફસાવ્યો હતો અને ફસાવવા પાછળ એનો હેતુ શું હતો ? જો ખરેખર ભાસ્કર માર્યો ગયો હતો તો પછી મમતાને ધમકીભર્યો પત્ર કોણ લખતું હતું? ભાસ્કરના નાના ભાઈ રાજેશ કે પછી બીજો કોઈક? પત્ર લખનારનો મુખ્ય ધ્યેય