જોશ - ભાગ 5

(24)
  • 2.8k
  • 3
  • 2.1k

૫ : ભૂતકાળનો પ્રેમી ખુરશી પર બેઠેલી રજની મમતાની એક-એક હિલચાલને ખૂબ જ ધ્યાનથી નીરખતી હતી. મમતાએ રૂમના તમામ બારી-દરવાજા બંધ કરીને પડદા સરકાવી દીધા અને પછી આવીને રજનીની સામે બેસી ગઈ. એનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો. એના હોઠ સખતાઈથી બિડાયેલા હતા અને આંખોમાં વેદના તરવરતી હતી. રૂમનું શાંત વાતાવરણ ખૂબ જ રહસ્યમય લાગતું હતું. 'આરતી... !' છેવટે મમતાના હોઠ ઊઘડયા. જાણે કોઈક ઊંડી ગુફાની દીવાલો સાથે ટકરાઈ ટકરાઈને આવતો હોય, એવો એનો અવાજ હતો, 'સૌથી પહેલાં તો તને સાચી હકીકત જણાવી દેવા માટે મને શા માટે ભરોસો બેઠો એનો ખુલાસો કરું છું. સાંભળ, આજે જ્યારે ઇન્સ્પેક્ટર વામનરાવ તને