તારી પીડાનો હું અનુભવી - ભાગ 11

  • 1.7k
  • 1
  • 738

મિરાજ, આજે સાંજના શોમાં સીટ ખાલી છે. મેં ઓનલાઈન જોઈ લીધું છે. તું કહે તો ટિકિટ બુક કરાવી દઉં.’ નિખિલે કહ્યું.‘મૂવી? પણ મારે પહેલા ઘરે પૂછવું પડે.’‘અત્યારે જ ફોન કરીને પૂછી લે ને.’ પરમે શોર્ટ કટ બતાવ્યો.‘ના, આવી બધી વાતો માટે એમ ફોન પર જવાબ ના મળે.’આ સાંભળીને પરમ અને નિખિલ બંને એકબીજા સામે હસતા હસતા રહી ગયા. એ બંને માટે આ વાત મજાક જેવી હતી. પણ મારા માટે આ બધી બાબત બળતામાં ઘી હોમવા જેવી હતી.ટીનેજમાં આવેગ અને ઉશ્કેરાટના વેગ એવા હોય છે કે બીજા પાસે હોય એ પોતાની પાસે પણ હોવું જ જોઈએ, એ એમની જિદ બની જાય