એક પંજાબી છોકરી - 38

  • 1.5k
  • 744

સોનાલી કૉલેજેથી સીધી જ સોહમની ઘરે જાય છે મયંક પણ તેની સાથે આવે છે સોનાલી સોહમને ઘણી વાર અવાજ દઈને બોલાવે છે,પણ સોહમ કંઈ જ જવાબ આપતો નથી. સોનાલી, મયંક અને સોહમના મમ્મી ચિંતામાં પડી જાય કે સોહમને શું થયું હશે?સોહમના મમ્મી કહે છે સવારમાં તો જવાબ આપતો હતો સોહમ અત્યારે શું થયું હશે? મયંક દરવાજો તોડવા માટે દરવાજાને પગેથી ધક્કો મારે છે બે ત્રણ વખત આવું કરે છે ત્યાં દરવાજો ખુલી જાય છે.પછી બધા જલ્દીથી અંદર જાય છે તો સોહમ બેભાન હાલતમાં હોય છે બધા ખૂબ ડરી જાય છે.મયંક ફટાફટ સોહમને તેડીને ગાડીમાં બેસાડે છે.સોનાલીને સોહમના મમ્મી સાથે બેસી