લોહિયાળ નગર - પ્રકરણ 7

  • 1.5k
  • 658

  લોહિયાળ નગર પ્રકરણ:૭ INSOMNIA                               આખી રાત તે જાગી હતી. ૦૨:૧૫ વાગે વૃશ્વિક ઘરની બ્હાર નીકળ્યો હતો. ગીતાંજલી ત્યારથી એ જ સ્થિતિમાં બેસી રહી હતી, તે આખી રાત ઘરે ન આવ્યો. છ વાગ્યા. અલાર્મ વાગ્યો એટલે તે ઊભી થઈ અને નાહવા ગઈ. બાથરૂમમાં જઈ અરીસામાં મોઢું જોયું. અનિન્દ્રા અને ચિંતા ભારોભાર લાગી રહી હતી. પોતાની અંદર જીવવાની વૃત્તિ જ ન હોય એમ અનુભવી રહી હતી. જીવનમાં એક વ્યક્તિને અપનાવ્યો એનાથી તે દુખી પામી હતી. ઈચ્છાઓ, સપનાઓ અને શોખ બધા નીરસ લાગી રહ્યા હતા. સામે અરીસામાં એક જીવતી લાશ ઊભી હતી. મરી તો એ પછી હતી.   *   [૧૯/૦૨/૨૦૨૦]