લોહિયાળ નગર - પ્રકરણ 4

  • 1.2k
  • 1
  • 556

લોહિયાળ નગર પ્રકરણ૪: સ્કવોડ સેવન                                 પેયમાનામાં ભરેલો શરાબ અને અવકાશમાં ઢળતો તાપ ઘણીવાર રંગે સરખા લાગતાં, નગરની નિર્જનતા ઢળતી સંધ્યાએ પ્રસરવા લાગી. પોલીસની ગાડીઓ ઠેરઠેર ફરી રહી હતી. લાઉડ સ્પીકરમાં પોલીસકર્મીઓ ખેતરોમાં કામ કરતાં માણસોને ઘરે જવા કહી રહ્યા હતા. ઠંડીનો પારો સ્થિર થઈ ગયો હતો. આવામાં જો હાથ-પગ પર કોઈ આવરણ ન હોય તો ચામડી મહેસુસ થતી બંધ થઈ જતી, હાથ કડક લાકડા જેમ બરડ બની જતાં. સોસાયટી-મંદિરના બુઝુર્ગ ચોકિયાતો આવી ટાઢમાં ઠૂંઠવાઈ રહ્યા હતા. કોઇકે આમને ધાબળા આપવા જોઈતા હતા પણ કોણ આપે? ઉષ્મા મેળવવા તેમણે ગરમ કપડાં-ટોપી અને દસ્તાના પહેર્યા’તા. છતાં, ઠંડીના લીધે હાથ-પગના સાંધા