સ્વર્ગમાં પરીએ ખુશ રહેતા લોકોને જોયા. ત્યાં, જેને જ્યાં ફરવું હોય તે ફરી શકતા. કેટલાક અહિયાં પણ ભગવાનની ભક્તિ કરતા હતા, તો કેટલાક અપ્સરાઓ, ગંધર્વો અને નર્તકોને નિહાળી રહ્યા હતા. આ સમયે પરી એકલી સુનમન બેસી રહેતી હતી. આથી ત્યાંના લોકોએ પરીને કહ્યું, "જો તમને અહિયાં ન ગમતું હોય તો તમે પૃથ્વી પર કે અન્ય જ્યાં ફરવું હોય ત્યાં જઈ શકો છો." પરીને તે યોગ્ય લાગ્યું. તેથી, પરી સ્વર્ગમાંથી નીકળી પૃથ્વી પરના સુંદર વાતાવરણને માણવા લાગી. જ્યાં તે ઉભી હતી, ત્યાંથી દૂર ઝાંખળમાં ઢંકાયેલા ઘર દેખાયા. તેને આ ઘર નજીક