મમતા - ભાગ 63 - 64

  • 1.2k
  • 718

મમતા :૨ભાગ :૬૩( મોક્ષા મુંબઈ જાય છે.અને પરીને મળી ખુશ થાય છે.અને સાધનાબેનને પણ મળે છે.હવે આગળ......) મંત્ર આજ ઘરે મોડો આવ્યો......... પાર્કમાં વૉકીંગ કરવાં ગયો અને મિત્રો સાથે ગપસપ કરવાં લાગ્યો.અને પછી ઘરે આવ્યો.......શારદાબા : આવી ગયો મંત્ર ? આજ કેમ મોડું થયું ?મંત્ર : મોમ, ડેડ ગયા ઓફિસ ?શારદાબા : હા, બેટા!મંત્ર ફ્રેશ થવા તેનાં રૂમમાં ગયો. મંત્ર નાહવા માટે ગયો અને તેના મોબાઈલમાં કોલ આવે છે. રીંગ જાય છે....... મંત્ર નાહીને બહાર આવ્યો અને ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર ફટાકડી નામ જોઈ જોરથી બૂમ પાડીને બેડ પર કુદયો ..... તેણે તરત જ મિષ્ટિને ફોન કર્યો.