ત્રિભેટે - 20

  • 1.5k
  • 1
  • 556

પ્રકરણ 20 નયન જાણે ઉંડા અંધારામાંથી બહાર આવતો હોય એમ એનાં પગમાં એક ઝટકો લાગ્યો..આજુબાજુનાં અવાજ એનાં કાનમાં પડવાં લાગ્યાં, પણ સ્પષ્ટ કંઈ સમજી શકાતું નહોતું. કાનમાં પડતાં શબ્દો અસ્પષ્ટ અક્ષરો બની ગાયબ થઈ જતાં હતાં.ધીમો ગણગણાટ એનાં કાને પડ્યો." એક અઠવાડિયાં થી એ આઈ .સી.યુમાં છે , એની પત્નીને તો મેડીક્લેમ સિવાય કંઈ પડી નથી..ક્યાં સુધી અંકલ આંટી માટે તું રજા લઈશ?" શશશ....સ્નેહા મેં તને ઘણીવાર કહ્યું છે મારા મિત્રો મારો પરિવાર છે...હવે એક શબ્દ નહી." સુમિતે ધીમાં પણ મક્કમ અવાજે કહ્યું..નયન વિચારવા લાગ્યો " કાશ એ લોકોની વાત માની હોત અને બીજીવાર યુ.એસ ગયો ન હોત, તો આજે