કાંતા ધ ક્લીનર - 18

  • 2.1k
  • 1
  • 1.4k

18.તો કાંતા એ પહેલી ડેટ યાદ કરતી કામ કરી રહી. એ યાદ સારી હતી તો તેણે જોયેલી લાશ અને પોલીસ ઇન્ટ્રોગેશન જેવી યાદો ખરાબ હતી. મગજ છે, ગમે ત્યારે ગમે તે યાદ આવી જાય.એને રાઘવને પોતે જીવણને રોજ સંતાડવાની વાત કોઈને કહેશે નહીં એમ વચન તો આપ્યું પણ જીવણની એવી દયા રાઘવ શા માટે ખાતો હતો તે સમજાયું નહીં. પોતે આવાં કામ માટે કેમ કબૂલ થઈ! રાઘવ તેની પડખે ઊભો રહેશે એ આશાએ? અત્યારે તો ભલે ચાલ્યા કરે.તેનું સવારનું કામ પૂરું થવા આવ્યું. તે બીજે માળે ટ્રોલી લઈ આંટો મારી આવી. સરિતા અહીં ક્યાંક છે. કઈ રૂમમાં હશે? તે હવે