આશાનું કિરણ - ભાગ 10

  • 2k
  • 1
  • 776

દિવ્યા બચી જાય છે. દિવ્યાને જે ઘટના થઈ એની સિરિયસનેસ સમજાતી ન હતી. પરંતુ દિવ્યાને ફાળ પડી ગયો હતો કે પોતે ટ્રેન નીચે આવી જાત. ફાટક ગાર્ડ અને બીજા બે લોકોએ એને બચાવી અને રોડ તરફ ધકેલી દીધી હતી. સાથે સાથે ઠપકો પણ આપ્યો હતો. " એ પાગલ છોકરી ખબર નથી પડતી ફાટક બંધ થવાનું હતું. ગાડીની સીટીઓ સંભળાતી હતી. છતાં પણ આવી રીતે ગાડી ના પાટા ક્રોસ કરવા જાય છે. જીવવાનું મન નથી કે મરવા આવી છો? "દિવ્યાને કંઈ સમજાયું નહીં, પરંતુ એ લંગડાતા પગલે હેતલ તરફ જઈ રહી હતી. હેતલ થોડી દૂર રોડના કિનારે ઉભી ઉભી આખો તમાશો