કાંતા ધ ક્લીનર - 17

  • 2.3k
  • 1
  • 1.4k

17.કાંતા ખૂબ ઉત્સાહમાં હતી. કોઈ તેને ડીનર પર પણ બોલાવી શકે એમ છે! આજે તો તેની ડેટ કહેવાય! એના મનમાં રંગીન શમણાંઓ જાગવા લાગ્યાં. પણ આ ડ્રેસમાં ડેટિંગ! પોતે અત્યંત સાદા ડ્રેસમાં અહીં આવી હતી. ઘેર પણ કોઈ એવો પ્રભાવ પાડે એવો ડ્રેસ ન હતો. તે કામ વચ્ચે પોતાની કલીગ સુનિતાને અર્ધો કલાકમાં આવું છું કહી હોટલની બહાર નીકળી ગઈ અને થોડે દૂર શહેરની બજારમાં એક રેડીમેડ વસ્ત્રોની દુકાનમાં જઈ સેલ્સગર્લને સીધું કહી દીધું કે આજે મારે બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું છે, તેને યોગ્ય ડ્રેસ આપ. તેણે વારાફરતી છ સાત ડ્રેસ ચેંજિંગ રૂમમાં અરીસા સામે ટ્રાય કર્યા અને એક