હિમાચલનો પ્રવાસ - 9

  • 1.5k
  • 1
  • 682

હિમાચલનો પ્રવાસ - 9 (મનાલીમાં ભ્રમણ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે મનાલી પહોંચ્યા બાદ, રજનીનો વૈભવ માણ્યો અને મનાલી વિશે પ્રાથમિક માહિતી જોઈ. હવે ગતાંક થી આગળ...તારીખ : 11 ડિસેમ્બર, 2022અહીંનું વાતવરણ શુદ્ધ અને સ્ફૂર્તિ વાળું હોવાથી સવારમાં વહેલાંજ નીંદર ઉડી ગઈ. પરંતુ આવી ગુલાબી ઠંડી હોય તો રજાઈ માંથી બહાર નીકળવાની આળસ પણ થાય, છતાં સમયસર ફ્રેશ થઈ ગયા. નીચે પગથિયાં ઉતરીને સવારના નાસ્તા માટે જતી વખતે સામેની તરફ કાચની બારી માંથી પ્રકૃતિ નો ખુબજ સુંદર નજારો જોયો. જેને વધુ સારી રીતે જોવા માટે હવે પગથિયાં ઉતરવાને બદલે ચડીને ઉપર છત તરફ જવા પ્રયાણ કર્યું. છત