સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ

  • 1.4k
  • 522

સરકારના ટેલિકોમ વિભાગને માત્ર 131 સ્પેક્ટ્રમના વેચાણથી રૂ. 11340 કરોડની આવક સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ જેમાં હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો ફ્રીક્વન્સીઝકેન્દ્ર સરકાર દ્વારા રૂ. 96,317.65 કરોડના 10522 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે હરાજી કરાઈ હતી છેલ્લા કેટલાક દિવસથી 5G સેવાઓના સ્પેક્ટ્રમની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સ્પેક્ટ્રમ એટલે શું તે જાણવું પણ જરૂરી છે. તો આજના લેખમાં સ્પેક્ટ્રમ શું છે અને શું થયું હરાજીમાં તેના વિષે થોડી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તો પહેલા આપણે જાણીએકે સ્પેક્ટ્રમ શું છે? એરવેવ્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયો ફ્રીક્વન્સીઝ હોય છે. જે દૂરસંચાર સહિતની ઘણી સેવાઓ માટે વાયરલેસ રીતે માહિતી વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.