WEDDING.CO.IN-5

  • 1.6k
  • 636

આજે રોહિતને ફરીથી જોયા બાદ મન અને મગજ બન્નેમાં ધમાસાન ચાલતું હતું. રાત્રે ફરીથી આની મિટિંગ થશે અને સિયાની ઉંઘ બગડશે. પરાણે લથડિયા ખાતા મનને મગજને સમજાવ્યું હતું કે તું એને ભૂલી જા. આનાથી સારું કોઈ તારી રાહ જોઈ રહ્યું હશે. મન કહેતું, "ના, એવુ મારાથી નહિ થાય. ભલે હું એને આમને સામને એક જ વાર મળી છુ, પણ વેડિંગ ડોટ કોઈન ની સાઈટ પર તો અમે રોજ વાતો કરતા હતા. એની સાથે વાત કર્યા વિના મને ઊંઘ જ નતી આવતી. શું એના મેસેજ ની રાહ જોવાની મજા હતી કે સજા એ હું હજી નક્કી નથી કરી શકતી.