વરદાન કે અભિશાપ - ભાગ 36

  • 1.8k
  • 1
  • 730

વરદાન કે અભિશાપ (ભાગ-૩૬) (નરેશ અને સુરેશ સાથે જમવા બેઠા હોય છે. વાતવાતમાં સુરેશ મિત્રના છોકરાના લગ્ન પ્રસંગની વાત કરે છે. સુરેશ તેને બહારગામ છેડા છોડાવવા જવાની વાત કરે છે. તે વખતે સુરેશે ડ્રીંક કર્યું હોય છે. નરેશ તેને કોઇ મિત્રને ત્યાં પૂજામાં જવાની ના પાડે છે. કેમ કે નરેશને કોઇક ખરાબ અણસાર આવી રહ્યો હોય છે. સુરેશ તેને ઘરે જઇને આરામ કરવા અને પછી મિત્રનો પ્રસંગ પતી જાય ત્યારે મળવાની વાત કરે છે. નરેશ સુરેશને જતા જોઇ રહ્યો હોય છે ત્યાં સુશીલા પણ બંને છોકરાઓને ખવડાવીને આવી જાય છે. તેની નજર નરેશ પર પડે છે જાણે કે કાંઇ વિચારમાં હોય.