એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 28)કાનન હજી નક્કી નહોતી કરી શકતી કે ખુશ થાવું કે નહીં.મુક્તિ હજી પ્રમાણમાં નાની હતી.ચિંતા એને મનન ના પ્રતિભાવની પણ હતી.ક્યાંક મનન અને તેનાં કુટુંબીજનો ફરીથી મુક્તિ ને બાલઘરમાં મૂકવાની જીદ નહીં કરે ને?”કુદરત ફરી હસી રહી હતી. “તાપસી,એક કામ કરીશ? તું જ મનનને આ સમાચાર આપી દે ને.”કાનને કહ્યું.“હું,મનનભાઈ ને આ સમાચાર આપું? કેમ આવા સારા સમાચાર તો તમારે જ આપવાનાં હોય ને.”તાપસીને નવાઈ લાગી.“તાપસી,હવે મને ડર લાગે છે.પોતાના થી લડી લડીને હું થાકી ગઈ છું.મને ડર એ વાતનો છે કે ફરી મનન અને એનાં ઘરનાં મુક્તિને બાલઘર માં મૂકવાની જીદ