આ કથા તો છે પ્રાચીન, છેક ત્રેતા યુગની, આપણા કળયુગની નહિ. સમયના અપાર સાગરમાં યુગો મોજા જેવા ઉછળે છે અને વિલીન થઈ જાય છે, પણ સૃષ્ટિ તેની તે જ, પ્રકૃતિ પણ તેવી. જાણે તેના તે જ વાયુ, પાણી, ભૂમિ અને આકાશ. તેના તે જ સૂર્ય, ચંદ્ર ને તારા. જાણે તેના તે જ સમષ્ટિ અને માનવી, નહિ ! સરયુ નદીને કિનારે અયોધ્યા નામે એક નગર હતું ઈશ્વાકુ વંશના રાજા દશરથ વૃદ્ધાવસ્થાને લીધે રાજ્યની ધરા તેમના પાટવી કુંવર રામને સોંપવાના હતા. પરંતુ કાળક્રમે થયું એવું કે કૈકયીમાતાએ રામને વનવાસ આપવાની હઠ લીધી અને દશરથ રાજા એ પણ હૃદય પર પથ્થર મૂકીને વચન