આશાનું કિરણ - ભાગ 9

  • 1.8k
  • 666

રંભા બહેન દોડી ને ડેલી ખોલવા જાય છે. એમને ખ્યાલ આવી ગયો હોય છે કે દિવ્યા તૈયાર થઈ ને સ્કૂલે જવા માટે આવી ગઈ છે. " આવ દિવ્યા બેટા, જો હેતલ ત્યાં ખાટલા પર બેસી ને હોમવર્ક કરે છે. તારે પણ હોમવર્ક બાકી હશે ને? જા તુ પણ એની સાથે હોમવર્ક કર. તમારી સ્કૂલને તો હજી વાર છે"" હા આંટી" --- કહીને દિવ્યા તાળી પાડતી પડતી હેતલ ના ખાટલા પાસે જઈને ખૂણા પર બેસી જાય છે. હેતલને ગજબ નો ગુસ્સો આવે છે. પણ જ્યાં સુધી એની મમ્મી આસપાસ છે એ કંઈ બોલી પણ નહીં શકે અને કરી પણ નહીં શકે.