એક હતી કાનન... - 27

  • 1.1k
  • 472

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 27)બધાં ચા નાસ્તો કરી બેઠાં હતાં.અલકમલકની વાતો ચાલતી હતી.ત્યાં જ ફરી બેલ વાગી.દરવાજો ખોલ્યો તો મનન ઊભો હતો.ધૈર્યકાન્તે ઊભા થઈ આવકાર આપ્યો.મનન બન્ને ને પગે લાગ્યો.રૂટીન વાતચીત ચાલી.તાપસી ધીરે રહીને સરકી ગઈ.બીજે દિવસે કાનને નોકરી ચાલુ પણ કરી દીધી.સાંજે નોકરીથી આવીને કાનન મુક્તિને તેડીને બાલઘર માં ગઈ.ધૈર્યકાન્ત અને સરૂબેને તક ઝડપી લીધી.બન્ને ઉપડ્યાં મનન ને ઘરે.આમ ઓચિંતા મનન નાં સાસુ સસરાને આવેલ જોઈ પહેલાં તો બધાં ડઘાઈ ગયાં.પણ ત્યારબાદ ધીરે ધીરે વાતાવરણ હળવું થયું.બે દેશના નેતાઓ વાટાઘાટમાં તોળી તોળીને બોલતા હોય એમ વાતચીત ચાલતી હતી.“તમે લોકોએ મારી દીકરીને જે રીતે સાચવી લીધી