કાંતા ધ ક્લીનર - 15

  • 2.3k
  • 1
  • 1.5k

15.કાંતા તેનો કડક ઇસ્ત્રિબંધ સફેદ યુનિફોર્મ ચડાવી અન્ય ક્લીનર્સની ટ્રોલીઓ પર ધ્યાન રાખતી દરેક ફ્લોર પર ફરવા લાગી. અંદરથી તે નિરાશ હતી. ન ખાસ વ્યક્તિને મળાશે, ન ટીપ મળશે. હોટલમાંથી ગઈકાલના ગેસ્ટ જવા લાગ્યા, નવાની બેગો ઊંચકી માણસો તેમને રૂમમાં લઈ જવા લાગ્યા. હોટેલમાં વ્યસ્તતાભરી ચહલપહલ શરૂ થઈ ગઈ. ગઈકાલનો બનાવ જાણે એક દુઃસ્વપ્ન હોય એમ બધું રોજની જેમ જ ચાલતું હતું. તે કિચન તરફ રાઉન્ડ લેતી હતી ત્યાં જીવણ સામો મળ્યો. તેણે ડ્રેસ પર એપ્રોન પહેરેલો. તે લોકોના બ્રેકફાસ્ટના અવશેષો એકઠા કરી એક ડ્રમમાં નાખતો જતો હતો. કોઈની આખી સારી ડીશ જોતાં તેણે આજુબાજુ જોઈ ખિસ્સામાંથી પોલીથીન બેગ કાઢી