સ્ત્રી સન્માન માટે સીસ્ટમ સાથે બાથ ભીડતી બાહોશ મહિલા :- સીમા કુશવાહ

  • 1.6k
  • 558

દિલ્હીનો નિર્ભયા રેપ કેસ તો બધાને યાદ જ હશે. 16 ડિસેમ્બર, 2012ની એ ગોઝારી ઘટનાએ આખા દેશને અંદરથી ઝંઝોળી મૂક્યો હતો. આખો દેશ નિર્ભયા પર બળાત્કાર ગુજારનાર હેવાનોને મોતની સજા આપવા માટે માંગ કરી રહ્યો હતો, ત્યારે એક મહિલા કોર્ટ રૂમની અંદર નિર્ભયાને ન્યાય અપાવવા માટે પોતાની પૂરી તાકાત લગાડી રહી હતી. નિર્ભયા કેસ હોય કે હાથરસ રેપ કેસ, સ્ત્રી સન્માન અને ગૌરવની રક્ષા માટે આજે પણ એક મહિલા સિસ્ટમ સાથે બાથ ભીડી રહી છે. તે નિડર મહિલા એટલે સીમા કુશવાહ... સીમા કુશવાહને લોકો સીમા સમૃદ્ધિ કુશવાહ તરીકે અને નિર્ભયાના વકીલ તરીકે ઓળખે છે. પણ નારી સન્માન માટે લડતી આ