અગ્નિસંસ્કાર - 85

  • 1.6k
  • 1
  • 908

દસેક આદમીઓ હાથમાં ધારદાર તલવાર લઈને ઉભા ધીમે ધીમે કેશવની નજદીક આવી રહ્યા હતા. એ જોઈને નાયરા ભયભીત થઈ અને એણે પોતાના કદમ પાછળ ખેંચી લીધા. પરંતુ કેશવના દિલો દિમાગમાં બસ મોત જ સવાર હતું. તેણે પેન્ટના પોકેટમાંથી સિગારેટ કાઢીને સળગાવી અને મોંમાં મૂકી. કેશવનો આ પ્રકારનો એટીટ્યુડ જોઈને રોકીને વધુ ગુસ્સો આવ્યો. " દેખ ક્યાં રહે હો ખતમ કર દો સાલે કો!!" પોતાના આદમીઓને આદેશ આપતા રોકી એ કહ્યું. એક પછી એક આદમી કેશવ પર હમલો કરવા આગળ વધ્યા. જ્યારે કેશવે હાથમાં પડકેલી ચેન વડે જવાબી હમલો આપતો ગયો. એક આદમીનું ગળું દબાવીને એના ત્યાં જ શ્વાસોને રોકી દીધા