એક હતી કાનન... - 25

  • 1.3k
  • 652

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 25)“ચાલ કાનન,હું પણ મૂકવા આવું છું.આપણે બન્ને....”મનન વાક્ય પૂરું કરે તે પહેલાં કાનન મુક્તિને તેડીને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.આકાશમાંથી કુદરત પોતાની બાજી જોઈ રહી હતી.કાનન રિક્ષા કરીને પહોંચી સીધી બાલઘરમાં.મુખ્ય સંચાલિકા બહેનને મળી.“મને બે એક દિવસ માટે એક રૂમ મળશે? ઘોડિયાંની વ્યવસ્થા થાય તો વધુ સારૂં.વિગતે વાત નિરાંતે કરું છું.”બાલઘરમાં એક રૂમની વ્યવસ્થા ઘોડિયાં સહિત થઇ ગઈ.એકાદ કલાક પસાર થઈ ગયાં છતાં કાનન ન આવતાં મનન સ્કૂટર લઈને બાલઘરમાં પહોંચી ગયો.વોચમેને જ બતાવેલા રૂમ પર જઈને દરવાજો નોક કર્યો.કાનને દરવાજો ખોલ્યો.“કેમ રોકાઈ ગઈ?મોડું થયું એટલે ચિંતા થઈ.તને લેવા આવ્યો છું.”મનને કહ્યું.“જ્યાં