અંધારી આલમ - ભાગ 13

(20)
  • 1.8k
  • 1
  • 1.3k

૧૩: મોહનલાલની હત્યા દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે ડિલક્સ હોટલના વિશાળ હોલમાં બેઠા હતા. સવારના સાડા ચાર વાગી ગયા હોવા છતાં પણ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી. અજીત દસેક મિનિટ પહેલાં જ મોહિની તથા કમલને મોહિનીનાં ફ્લેટ પર મૂકીને આવ્યો હતો. રસ્તામાં એણે પબ્લિક બૂથમાંથી નાગરાજનને ફોન કર્યો હતો. ડિલકસ હોટલમાં આવીને એણે નાગરાજનના ફોનની વિગતો દેવરાજને જણાવી દીધી. અજીતના હાથમાં વ્હીસ્કીનો પેગ અને દેવરાજના હાથમાં કોફીનો કપ જકડાયેલો હતો. ‘આજે તો અહીંથી ઊઠવાનું મન જ નથી થતું અજીત.' દેવરાજે કપમાંથી એક ઘૂંટડો ભરતાં કહ્યું, ‘જે ચમત્કાર હું ન કરી શક્યો, એ તેં કરી બતાવ્યો છે. સિન્ડિકેટની સીક્રેટ ડાયરીની પ્રિન્ટ આપણી