૧૦. હાવરા એકસ્પ્રેસ વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ નાગરાજનના ચહેરા પર છવાયેલા ચિંતાના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા. વિશાળ હોલ જેવી ઑફિસમાં મોજૂદ સિન્ડિકેટના પાંચેય મુખ્ય ભાગીદાર માથું નમાવીને પોતપોતાની ખુરશી પર બેઠા હતા. ઑફિસના શાંત વાતાવરણમાં એરકંડીશન મશીનનો અવાજ ગુંજતો હતો. નાગરાજન બંને હાથ પીઠ પાછળ વાળી ખૂબ જ બેચેનીપૂર્વક આમથી તેમ આંટા મારતો હતો. છેવટે આંટા મારવાનું બંધ કરીને એ પોતાની સિંહાસન જેવી ખુરશી પર બેસી ગયો. ઑફિસમાં છવાયેલી ચુપકીદીનો ભંગ કરવાની જાણે કે હિંમત ન હોય એમ સૌ ચૂપ હતા. ' સર...!' અચાનક રીટા ખુરશી પરથી ઊભી થઈને બોલી, 'કમલ જોશી નામના આ રિપોર્ટરે પુરવાર કરી