અંધારી આલમ - ભાગ 9

(24)
  • 2.8k
  • 1
  • 2k

૯ : યાતના અને પૂછપરછ કમલ જોષી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને બંધનગ્રસ્ત હાલતમાં જોઈ. એના દેહ પર વસ્ત્રોના નામે એક  અંડરવીયર જ હતો. અત્યારે તે એક વ્હીલ ચેર પર એવી રીતે જકડાયેલો હતો કે લાખ ઇચ્છા હોવા છતાંય એ માત્ર પોતાની ગરદન સિવાય શરીરના બીજા કોઈ પણ અંગને જરા પણ હલાવી શકે તેમ નહોતો. નાયલોનની દોરી તેને પોતાના હાથ-પગ અને શરીરના અન્ય ભાગેની ચામડીમાં ખૂંચી ગયેલી ભાસતી હતી. વ્હીલ ચેરના હેન્ડલ પર લંબાયેલા એના બંને હાથ લોહીનું ભ્રમણ અટકી જવાને કારણે સૂઝી ગયેલા દેખાતા હતા. નસો પણ ફુલી ગયેલી દેખાતી હતી. કોઈ પણ પળે પોતાની નસો ચામડી