અંધારી આલમ - ભાગ 8

(13)
  • 990
  • 1
  • 530

૮. : શયતાની સિન્ડિકેટ....! કમલ જોશી પથ્થરના પુતળાની જેમ સ્થિર ઊભો હતો. માત્ર એની આંખોના ડોળ જ ફરતા હતા. ક્યારેક જમીન પર પડેલા કેમેરા તરફ તો ક્યારેક ખુરશી પર બેઠેલી મોહિની તરફ ! ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નિર્ણય નહોતો કરી શકતો. એના કાનમાં મોહિનીનાં વાક્યો પડઘો પાડીને ગુંજતાં હતાં. એની વાતમાં કઠોરતાની સાથે સાથે એક સચ્ચાઈ હતી... નીલકમલ હોટલમાં પહેલી વાર જોઈને એણે તેના પ્રત્યે જે લાગણી અનુભવી હતી, એ લાગણીનો અહેસાસ હતો. કમલ એકીટશે ખુરશી પર બીજી તરફ મોં ફેરવીને બેઠેલી મોહિની સામે તાકી રહ્યો. એના મગજમાં નાગરાજનનું અસ્તિત્ત્વ તોફાનની માફક ગાજતું હતું. અંધારી આલમની ભયંકરતાની કલ્પના