અંધારી આલમ - ભાગ 7

(29)
  • 3.3k
  • 2
  • 2.2k

૭ : કેમેરો ગૂમ નાગરાજન... અંધારી આલમના આ નામચીન માણસનું નામ માત્ર વિશાળગઢમાં જ નહીં, પૂરા ભારતમાં જાણીતું હતું. નાગરાજન નામનો આ ખતરનાક માનવી બાલ્યકાળમાં જ ગુનાખોરીના પંથે વળ્યો હતો. અપરાધની સીડીનાં એક પછી એક પગથિયાં વટાવતો તે આજે ટોચ પર પહોંચી ગયો હતો. લોકો એના ચહેરાને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ “ નાગરાજન” નામને તેઓ સુપર સ્ટારની જેમ માનતા હતા. વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા નાગરાજનની ઓથ નીચે દુનિયાભરના ખતરનાકમાં ખતરનાક અપરાધો થતા હતા અને લાખ પ્રયાસો પછી પણ પોલીસ આ ગુનાઓને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માટે સદંતર નિષ્ફળ ગઈ હતી. કેફી પદાર્થો જેવા કે ચરસ, હેરોઈન,