૬. ધમાધમી દીવાલની ઓથ પાછળ છૂપાયેલા કમલ જોશીએ કાન સરવા કર્યા. સીડી ચડવાનાં એકસામટાં કેટલાંય પગલાંઓને અવાજ ધીમે ધીમે ઉપર આવતો હતો. એણે એક વાર ગોળાકાર સીડી પૂરી થતી હતી, એ ચોખંડા પ્લેટફોર્મ પર નજર દોડાવી. ઉપરના ભાગમાં સળગતા બલ્બનો પીળો પ્રકાશ ખાલી પ્લેટ ફોર્મ પર રેલાતો હતો. ખુલ્લી છતમાં ઠંડી વધારે લાગતી હતી. એણે ફરી એક વાર છતમાં ચારે તરફ દૃષ્ટિપાત કર્યો. દસેક ફૂટ દૂર એને સિમેન્ટ ભરેલી થેલીઓની થપ્પી દેખાઈ. હરણફાળ ભરતો તે ત્યાં જઈને બંને હાથમાં એક પછી એક એમ ચાર-પાંચ થેલીઓ ઊંચકી લાવ્યો અને દીવાલ પાસે મૂકી દીધી. ફરી એકવાર એણે નીચે નજર દોડાવી. બરાબર એ