અંધારી આલમ - ભાગ 3

(30)
  • 3.6k
  • 2.7k

૩. : સાહસિક ગુપ્તચર હજુ તો રાતના દસ જ વાગ્યા હતા છતાંય વિશાળ- ગઢના રાજમાર્ગો એકદમ સુમસામ દેખાતા હતા. સડકો ખાલીખમ હતી અને આ ઉજ્જડતાનું કારણ હતું ભયાનક ઠંડી ! આકાશમાંથી જાણે કે હીમ વરસતું હતું. લેડી વિલાસરાય રોડ પર એક અદ્યતન બાવીસ માળની ઈમારત ઘેરા અંધકાર અને ખામોશીમાં ડૂબી ગઈ હતી. ઠરીને ઠીકરૂ થઈ જવાય એવી ભીષણ અને હાડોહાડ થીજાવી મૂકતી, ગાત્રોને ઠંડાગાર બનાવી મૂકનારી ઠંડીની જાણે કોઈ જ અસર ન થતી હોય એમ કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક માનવી લેડી વિલાસરાય રોડની ફૂટપાથ પર બેહદ સાવચેતીથી, લગીરે અવાજ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતો હતો. 'દિકરા