કાંતા ધ ક્લીનર - 12

  • 2.2k
  • 1
  • 1.6k

12.સવારે ઉઠી તે જાણે કશું બન્યું નથી તેમ હોટેલ જવા તૈયાર થઈ. આજે મમ્મી વહેલાં ઊઠી ગયેલાં. ચા એમણે જ બનાવી. મમ્મીની તબિયત આમેય સારી નહોતી. એમને જે સ્થિતિ હતી એ કહીને શું? કાંતા પોતાની ફરજ પ્રત્યે એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી કે આજે શું કરવું એ વિચારી રહી. હોટેલ પાછળથી જઈ રાઘવને મળવું? સરિતા મેડમને આશ્વાસન આપતો ફોન કરી ક્યાં છે તે પૂછવું? આજે સર મળે તો એમને મળી લેવું? એમણે જ કહેલું કે તું ગુનેગારની શંકામાં નહીં હો તો નોકરીએ લઈ લેશું. અત્યારે તો તે થોડી ખરીદી કરવા બઝાર ગઈ. બે ચાર કામ પતાવી ઘેર આવે ત્યાં મમ્મીને