શંકા

  • 2k
  • 848

છેલ્લા કેટલાય દિવસથી ત્રીસેક વર્ષનો સુયશ બહુ રોમેન્ટિક મૂડમાં રહેતો હતો. સવારે ઓફિસ જાય એટલે મસ્ત મજાનું પરફ્યુમ છાંટીને જાય. કોઈ રોમેન્ટિક ગીત ગણગણતો હોય. ચકચકતા બુટ પહેરીને જાય. આજે પણ ઑફિસ જવા નીકળ્યો ત્યારે શ્રીલતાને ગાલે ટપલી મારીને બાય શ્રી ડાર્લિંગ કહીને નીકળી ગયો .એ શ્રીલતા ને કાયમ શ્રી જ કહેતો. અચાનક સુયશ માં આવેલું આવું પરિવર્તન શ્રીલતા માટે આંચકાજનક તો હતુ જ. અત્યાર સુધી સુયશ સાવ તો નહી પણ થોડો તો લઘરું હતો જ. કોઈ વખત ઇન્શર્ટ કરે , તો કોઈ વખત ના કરે, જે બુટ દેખાય એ પહેરીને ચાલ્યા જવું. ટોકે ત્યારે પાછો બોલે કે શ્રી ડાર્લિંગ