તારી પીડાનો હું અનુભવી - ભાગ 7

  • 1.1k
  • 1
  • 452

મીતના ગયા પછી હું મિરાજ સાથે સામેના બાંકડા પર બેઠી.‘તમે બેડમિન્ટન સારું રમો છો, દીદી.’ એણે વાતની શરૂઆત કરી.‘સાચું કહું? બસ આ એક જ આઉટડોર સ્પોર્ટ્સ છે જે મને સારી રીતે રમતા આવડે છે.’ એ આછું હસ્યો.‘બાકી તું મને ક્રિકેટ રમવાનું કહે ને, તો મારા હાથમાંથી બેટ જ છટકી જાય.’‘ક્રિકેટ વોઝ માય ફેવરિટ ગેમ.’‘વોઝ કેમ? ઈઝ કેમ નહીં?’ મેં પૂછ્યું.‘હવે મેં ક્રિકેટ રમવાનું જ છોડી દીધું છે.’‘આઈ થિંક કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટીને હોબી તરીકે રાખવી જોઈએ. કારણ કે, સ્પોર્ટ્સમાંથી માણસને ઘણું બધું શીખવા મળે છે. લાઈફ લેસન્સ.’‘બધા એવું નથી સમજતા. મારા પેરેન્ટ્સને મારી પાસેથી ફક્ત ભણવામાં હોશિયાર થવાની જ