કલ્પના નું સ્વપ્ન

  • 1.8k
  • 544

હું સ્નેહલ. આજ નો આ આખો ઘણાં વર્ષો પછી નો એક એવો પેહલો દિવસ કે જ્યાં મેં હૃદય ની એ લાગણી ફરી એકવાર અનુભવી. અત્યારે રાત્રી ના લગભગ ૧૨ વાગી ગયાં છે અને હું ફરી ખુલ્લી આંખે જાણે એક સપનું જોય રહી છું. કાગળ, પેન અને આ અદભુત ક્ષણ જાણે અહીંયા જ ઊભી રહી જાય, હું અહીંયા જ અટકી જવા માંગુ છું. ઘણી બધી લાગણીઓ ને વ્યકત કરવી છે એકવાર. આ આછું ચંદ્ર નું અજવાળું, ધીમે ધીમે ચહેરા પર આવતો આ પવન અને એકદમ શાંત વાતાવરણ માં ચમકતાં આ તારાઓ જાણે જંગલ માં કુદરત ના ખોળે રમતાં હોય એવું હકીકત