કાંતા ધ ક્લીનર - 11

  • 2.4k
  • 1
  • 1.7k

11.કાંતાએ ઘેર આવતાંવેંત કામ શરૂ કરી દીધું. ઝાડુ લઈ બેય રૂમ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, થોડી ધૂળ ફર્નિચર પરથી લૂછી, અરીસો ભીના સ્પ્રે થી અને પછી છાપાંથી લૂછ્યો. એ દરમ્યાન સોફા પર બેસી શાક સમારતી મમ્મી સાથે વાતો કરતી રહી.રૂમમાં ફિનાઇલ વાળું પાણી કરી પોતાંનો દાંડો ફેરવતી તે મોનાને યાદ કરી જમીન પર દાઝ કાઢી રહી. જાણે મોનાને ઢીબતી હોય તેમ ઝાપટીયું મારતી રહી. એક જગ્યાએ કાળો ડાઘ હતો તેની ઉપર આજે જે કાઈં બન્યું તે યાદ કરી જોરથી ઘસતી રહી. ડાઘનું ખાલી ટપકું રહ્યું.'કેટલીક યાદો આ ડાઘ જેવી હઠીલી હોય છે. ગમે તેમ કરો, જતી નથી.' તે પોતાને