માતૃત્વ

  • 1.7k
  • 636

સૂર્યનાં કિરણો પણ ગજબ ના હોય છે સવારે શરીર પર પડે ત્યારે સુખ આપે અને બપોરે પડે ત્યારે પીડા. સૂર્યોદય એ નવા દિવસનો આરંભ છે અને નવા જીવન નો પણ. સૂર્યોદય પક્ષીઓ ને જગાડીને ખોરાકની શોધમાં જોડે છે જ્યારે માદા પક્ષી એટલે કે મા તો પોતાના માટે જ નહિ પણ પોતાના બચ્ચાં માટે પણ ખોરાક કોઈ પણ સંજોગોમાં લઇને જ માળા તરફ જાય છે જાણે બચ્ચાંને પણ અતૂટ વિશ્વાસ હોય કે તેઓ ભૂખ્યાં નહિ સુવા દેવામાં આવે.સૂર્ય નો ફૂલગુલાબી તડકો નાનકડી રિન્કી ના ચહેરા પર પડતાં જ તે ચિડાઈ ગઈ, મમ્મી.. તારે માતા વૈષ્ણવી દેવીના મંદિરે નથી જવું?