આશાનું કિરણ - ભાગ 1

  • 4.5k
  • 2k

"હેતલ ચાલને હું 11:00 વાગ્યા ની તૈયારી થઈ ગઈ છું.""અરે ભાઈ તું રોજ રોજ આવીને ઉભી જાય છે.હજી તો 11:30 થયા છે.આપણી સ્કૂલ તો 12:30 ની છે.આટલું વહેલું જઈને શું કરીશું? ""પણ તે કાલે કીધું હતું કે ટાઈમે તૈયાર થઈને આવી જવાનો એટલે હું આજે તૈયાર થઈને આવી ગઈ. ""હા સારું, તુ હવે ઓટલે બેસ હું તૈયાર થઈ જાવ.હું દફતર પેક કરીશ પછી હું જમી લઉં પછી આપણે સવા બારે નીકળશું એટલે 12:30 સ્કૂલે પહોંચી જઈશું.""સારુ હું અહીયા ઉભીશ"આમ કહી અને દિવ્યા દરવાજા આગળ જ ઊભી રહી ગઈ. એણે મોઢામાં અંગૂઠો નાખ્યો અને ફોટા ઉપર પોતાની દફતર અને પાણીની બોટલ